વડાપ્રધાન ગુજરાતની મુલાકાત અંગે પ્રદેશ પ્રમુખશ્રીનો સવાલ : 23-08-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવે તે આનંદની બાબત છે. પણ વધુ આનંદ ત્યારે થાય જ્યારે ગુજરાતીઓ તકલીફમાં હોય ત્યારે ફરજ અને અપેક્ષા પ્રમાણે મુલાકાત થઈ હોય. ગુજરાતમાં ૨૦૧૭માં, ૨૦૧૮માં અતિવૃષ્ટિના કારણે ઘણું નુકશાન થયું ત્યારે મુશ્કેલીમાં મુકાયેલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરીકોની ખબર અંતર પૂછવાની જરૂર હતી. ગુજરાતમાં ૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડ અંગે કેમ વડાપ્રધાનશ્રી એક પણ શબ્દ ન ઉચાર્યો ? ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી દેવાના બોજ નીચે દબાયા છે. આપઘાતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે, વડાપ્રધાનશ્રી ગુજરાતના ખેડૂતોની દેવામાફીની જાહેરાત અંગે કેમ એક પણ શબ્દ ન ઉચાર્યો ?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note