ફેકટ ફાઈડીંગ કમીટી અને વિગત : 22-08-2018
જામનગર જીલ્લાના વિવિધ નાગરિકો તરફથી વન વિભાગની જમીનોમાં થયેલી ગેરરીતી અંગે મળેલી રજુઆતોના આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને સાંસદશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રીના કન્વીનર પદે “સત્ય શોધક સમિતિ” ની રચના કરી છે. જેમાં સાંસદશ્રી નારણભાઈ રાઠવા, ડૉ.અમીબેન યાજ્ઞિક અને ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાનો સમાવેશ કરવામાં આવે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રજુઆત મળી છે કે જામનગર જીલ્લા ના જામજોધપુર તાલુકાના પરડવા ગામે સર્વે નં.૨૭૮ પૈકી ૨૦૦ હેકટર જમીન હાલ વન વિભાગના રીઝર્વ ફોરેસ્ટ અનામત જંગલ કેટેગરી હેઠળ રેવન્યુા દફરતે નોંધ થયેલી છે. અને સદરહુ જમીન વન વિભાગ હેઠળ રક્ષિત વિસ્તાયર છે અને તેમાં આશરે ૨૭ જેટલા દિપડા, હજારો હરણ અને અન્યર જીવોનો વસવાટ છે અને ગાઢ જંગલ વિકસીત કરવામાં વન વિભાગે નાણાં અને સમય શકિત વાપરેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો