4000 કરોડના મગફળી કૌભાંડને છાવરવા સરકાર પ્રયાસ કરી રહી છે: પરેશ ધાનાણી

ગુજરાતમાં બહુ ગાજેલા 4000 કરોડના મગફળી ખરીદ કૌભાડમાં ગુજરાત સરાકારે તપાસ માટે નિવૃત જજ એચ કે રાઠોડની અધ્યક્ષતા વાળા પંચની રચના કરી હતી. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મગફળી કાંડને લઇને આક્રમક લડાઇ લડવામાં આવી રહી છે. દરેક ગોડાઉન પર પ્રતિક ઉપવાસ કર્યા અને અમદાવાદમાં આમરણાંત ઉપવાસ કર્યા હતો. જોકે વિપક્ષના દબાણ હેઠળ સરકારને પંચની રચના કરવાની ફરજ પડી છે. પરેશ ધાનાણીનું કહેવું છે કે, નિવૃત જજની અધ્યક્ષતા વાળા તપાસ પંચથી સરકાર 4000 કરોડના મગફળી કૌભાંડમાં પડદો પાડવા પ્રયાસ કરી રહી છે.

http://zeenews.india.com/gujarati/gujarat/paresh-dhanani-says-government-is-trying-to-cover-4000-crore-groundnut-scam-16202