કેરળ માટે કોંગી MLA એક માસનો પગાર આપશે
કેરળના પૂર પીડિતો માટે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક માસનો પગાર સહાય પેટે રાહત ફંડમાં આપશે. તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની દિલ્હી ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણય અનુસાર ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યો એક માસનો પગાર કેરળના પૂર પીડિતોને મદદ મળે તે હેતુથી આપશે.
http://sandesh.com/kerala-to-congress-mla-one-month-5/