ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્વતંત્રતા દિવસની ૭૨ માં વર્ષની ઉજવણી : 15-08-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્વતંત્રતા દિવસની ૭૨ માં વર્ષની ઉજવણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાના વરદહસ્તે ધ્વજવંદન રાષ્ટ્રીય ત્રિરંગાને સલામી આપી કરેલ છે. આ રાષ્ટ્રીય પર્વમાં પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મંગલસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ સેવાદળના સૌનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય ત્રિરંગા ધ્વજને સલામી આપેલ. આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, રાજ્યસભાના સંસદસભ્યશ્રી એમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી જીતેન્દ્ર બઘેલજી વિશેષ ઉપસ્થિત રહી ધ્વજવંદન કરેલ. પ્રદેશ સમિતિના સીનીયર નેતાગણ પ્રદેશ સમિતિના હોદ્દેદારશ્રીઓ, શહેર સમિતિના આગેવાનશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note