રાજ્ય સરકાર સામે મગફળી ખરીદીના કૌભાંડ મુદ્દે વિપક્ષે રાજ્યભરમાં ધરણાં પ્રદર્શન

રાજ્ય સરકાર સામે મગફળી ખરીદીના મુદ્દે કૌભાંડ થયું હોવાના આક્ષેપોના પગલે વિપક્ષે રાજ્યભરમાં ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

શહેર કોંગ્રેસના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપના ઇશારે નાફેડ દ્વારા મગફળીમાં કૌભાંડ કરવાના ઇરાદે કાવત્રું રચીને મગફળી ખરીદવાનું કામ ગુજકોમાસોલને નહિ આપીને માત્ર કાગળ ઉપર ચાલતી કોઇ કામધંધા વગરની માત્ર છ કર્મચારીઓ ધરાવતી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ કોટન ફેડરેશન લિ.ગુજકોટને સરકારના દબાણથી મુખ્ય એજન્સી તરીકે નિમણૂક કરીને 2017-18માં મગફળી ખરીદવાની મંજૂરી આપી એટલું જ નહીં ગુજકોટ બે-રોકટોક ભ્રષ્ટાચાર કરી શકે તે માટે ગોડાઉનો સીધાં જ ભાડે રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. મગફળી ખરીદી તેમાં ભેળસેળ કરીને મગફળી બારોબાર વેતી દેવાનું તથા હરાજીથી ભેળસેળવાળી મગફળીના વેચાણમાં પણ ગોલમાલ કરવાનું સૌથી મોટું રૂપિયા 4000 કરોડનું કૌભાંડ છે.

https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-HMU-MAT-latest-vadodara-news-042605-2464939-NOR.html