હિન્દુત્વનાં નામે અંબાજી મંદિરમાં આગતા– સ્વાગતામાં લાખો રૂપિયા વેડફાયા : 11-08-2018
- અમિત શાહ, મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ પાછળ
- હિન્દુત્વનાં નામે અંબાજી મંદિરમાં આગતા – સ્વાગતામાં લાખો રૂપિયા વેડફાયા – ડૉ. હિમાંશુ પટેલ
- ભાજપ સરકારે ગુજરાત મોડેલનાં ખોખલા હિન્દુત્વથી કરોડો ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે, દરેક ધર્મસ્થળોમાં શિષ્ટાચાર બંધ કરાવો.
હિન્દુત્વના નામે સત્તા લાલસા સંતોષવા સાથે ધાર્મિક ઉત્સવો અને નવરાત્રી વેકેશનથી વોટ બેન્ક ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહેલાં ભાજપનાં સર્વે સર્વા અમિત શાહથી લઈ મુખ્યમંત્રીઓ, મંત્રીઓ સહિત ભાજપ સરકારનાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ મા જગદંબાનાં દર્શન કરી ‘ફુલ નહી તો ફુલની પાંખડી’ચરણોમાં ધરવાનાં બદલે શિષ્ટાચારનાં બહાને લખ લૂંટ ખર્ચ કરાવતાં તેમનાં અસલી ચહેરાનો પર્દાફાશ થયો છે. અગાઉ રામ મંદિરનાં નામે ઇંટોનું ઉઘરાણું કરી તરી ગયેલાં ભાજપનાં આ મહાનુભાવોનાં ચા-નાસ્તા, જમવાથી લઈ ભેટ પાછળ બે વર્ષમાં રૂપિયા ૭.૪૦ લાખ જેટલો ખર્ચ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવો પડ્યો તે ગુજરાત મોડેલનાં ખોખલા હિન્દુત્વ માટે શરમજનક હોવાનું કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો