કોંગ્રેસે કહ્યું, રાફેલ સોદો વિશ્વનું સૌથી મોટું કૌભાંડ,
સંસદનાં ચોમાસું સત્રના છેલ્લા દિવસે મોદી સરકારે ફ્રાન્સ સાથે કરેલા રાફેલ યુદ્ધવિમાન સોદા મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષે ગંભીર આરોપ મૂક્યા હતા. સંસદ પરિસરમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં વિપક્ષે દેખાવો કરી રાફેલ વિમાન સોદાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ(જેપીસી) દ્વારા કરાવવાની માગ કરી હતી. કોંગ્રેસે રાજ્યસભામાં રાફેલ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
મોદી સરકારે કરેલા રાફેલ સોદાના વિરોધમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં વિપક્ષે સંસદ પરિસરમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના સાંસદોએ આરોપ મૂક્યો હતો કે, નરેન્દ્ર મોદીનો ભ્રષ્ટાચાર ઉઘાડો પડી ગયો છે. રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, રાફેલ સોદો વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. અમે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માગ કરીએ છીએ. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ આરોપ મૂક્યો હતો કે, આ કૌભાંડમાં મોદી સામેલ છે.
http://sandesh.com/congress-said-raphael-q/