લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાવાળા નાગરિકો ભય વિના માન-સન્માન સાથે પોતાના રોજગાર કરી શકે : 04-08-2018

પોલીસતંત્રનો ભય, દબાણખાતાનો ડર, હપ્તા રાજનો ભોગ બની રહેલા મહેનત કરીને જીવન નિર્વાહ કરતાં લોકોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા માટે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર સીધો જવાબદાર હોવાનો પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાના માધ્યમથી લાખો નાગરિકો મહેનતથી ધંધા રોજગાર મેળવીને લાખો પરિવાર સન્માનભેર રોજગારી મેળવવા માટે સંઘર્ષ કરતાં હોય છે. આ સંજોગોમાં કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વવાળી સરકારે વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ, યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ વિશેષ રસ લઈને “લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાવાળા લાખો નાગરિકો ભય વિના માન-સન્માન સાથે પોતાના રોજગાર કરી શકે તે માટે “ધ સ્ટ્રીટ વેન્ડિંગ (પ્રોટેક્શન સ્ટેટ લાઈવીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) – ૨૦૧૪” ઘડવામાં આવ્યો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note