ભાજપે ચૂંટણી જીતવા માટે 5000 કરોડની મગફળીનું કૌભાંડ કર્યુઃ કોંગ્રેસ
ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં અને બારદાનમાં આગ લાગવાની ઘટનાની તપાસ હજુ પૂર્ણ થઇ નથી ત્યાં મગફળીમાં માટી અને પથ્થર નિકળાની ઘટનાએ ખેડૂતોને હચમચાવી મુક્યા છે. પેઢલા ખાતેના ગોડાઉનમાં રાખેલી મગફળી વેપારીએ ડિલીવરી લેવાનો ઇનકાર કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી કેમ કે 35 કિલો મગફળીની બોરીમાં 20 કિલો માટી હતી.
ગુજરાત કાંગ્રેસ દ્વારા આ ઘટનાને આધાર બનાવી રાજ્યની ભાજપા સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે વિધાનસભાની ચૂંટણી સમયે માત્ર ખેડૂતોના મત મેળવવા માટે ટેકાના ભાવે મગફળની ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી. ખરીદીની સત્તા ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોય તેવી સંસ્થાઓને સોંપાઇ હતી. 85 ટકા મગફળી ગુજકોટ દ્વારા ખરીદવામાં આવી પ્રથમ દિવસથી જ કાંગ્રેસના કાર્યકરો મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરતા આવ્યા છે. પુરાવાનો નાશ થતો હોય એમ મગફળીના ગોડાઉનમાં આગ લાગી અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે મગફળીના ગોડાઉનમા આગ લાગવાની ઘટનામાં સરકારના છુપા આશીર્વાદ છે.
http://zeenews.india.com/gujarati/gujarat/gujarat-congress-president-amit-chavda-addressed-to-media-on-ground-nut-scam-14447