મગફળી કૌભાંડ: ધાનાણીના ધરણા કહ્યું સાચી મગફળી BJPના મળતિયાની મિલમાં પિસાઇ ગઇ

રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલામાં ગોડાઉનમાં પકડાયેલી મગફળી કૌભાંડમાં રૂરલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે. મગફળીની એક બોરીમાં ત્રણથી પાંચ કિલો પથ્થર-માટી નાંખી ભેળસેળ કરાતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પેઢલા પહોંચ્યા હતા અને વિરોધના ભાગરૂપે ગોડાઉનની સામે ધરણા પર બેસી ગયા હતા. જેના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ન્યાયતંત્રના જજ પાસે તપાસની માંગ થવી જોઇએ, સાચી મગફળી તો ભાજપના મળતિયાની મિલમાં પિસાઇ ગઇ છે.

https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-peanuts-scandal-dhananina-protests-had-fallen-confederate-pisai-mill-of-true-peanuts-bjp-gujarati-news-5930290-PHO.html?ref=ht