કેન્દ્રની મોદી સરકાર રફેલ વિમાન ખરીદીમાં કરેલા મોટા ગોટાળા : 25-07-2018
- ૪ વર્ષની નિષ્ફળ કેન્દ્ર સરકાર-નિરાશ ભાજપ દેશ હિત અને દેશ સલામતી સાથે માંર્ગાંતર, ભયંકર જુઠ્ઠાણા અને છેતરપીંડી સાથે રમત રમી રહી છે.
- રાષ્ટ્ર ભક્તિના નામે સત્ય છુપાવનાર ભાજપ સરકાર સ્વચ્છતાનો દેખાવ હેઠળ રાષ્ટ્રીય હિત અને સરકારી જાહેર સાહસને નુકશાન કરી પોતાના પુંજીપતિ-ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોચાડી રહ્યા છે.
- રફેલની કિંમતમાં ફેરફારના કારણે ૪૧,૨૦૫ કરોડના જનતાના નાણાનું નુકશાન
કેન્દ્રની મોદી સરકાર રફેલ વિમાન ખરીદીમાં કરેલા મોટા ગોટાળા અને એક પછી એક જયારે સત્ય ઉજાગર થઇ રહ્યા છે તેવા સમયે ૪ વર્ષની નિષ્ફળ કેન્દ્ર સરકાર-નિરાશ ભાજપ દેશ હિત અને દેશ સલામતી સાથે માંર્ગાંતર, ભયંકર જુઠ્ઠાણા અને છેતરપીંડી સાથે રમત રમી રહી છે. આજ રોજ દેશ હિત અને દેશની સલામતી સાથે રમત રમનાર કેન્દ્રની મોદી સરકાર રફેલ વિમાનમાં કરેલા મોટા ગોટાળાને રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે ૨૦ જુલાઈ, ૨૦૧૮ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન કોંગ્રેસ પક્ષના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ લોકસભામાં “રાફેલ ડીલ”, ખરીદ કિંમત અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ઘણા બધા પૂછેલ પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. ઉલટાનું સંરક્ષણ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે લોકસભામાં જુઠું બોલીને દેશની પ્રજાને ગુમરાહ કરી હતી. દેશના જાહેર સાહસ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડના હિતને બલિદાન આપવામાં આવ્યું. કેન્દ્રની મોદી સરકારે ૩૬ રફેલ સોદામાં દેશને ભારે નુકશાન થવાનું છે,
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો