રોજનું રોજ કમાઈને જીવન નિર્વાહ કરતાં પરિવારો માટે મુશ્કેલીના દિવસો : 21-07-2018

  • રોજનું રોજ કમાઈને જીવન નિર્વાહ કરતાં પરિવારો માટે મુશ્કેલીના દિવસો
  • સર્વેની કામગીરી પછી જ કેશ ડોલ્સ વિતરણનો અસંવેદનશીલ નિર્ણય કરનાર ભાજપ સરકાર
  • વહીવટી તંત્ર – લાલ ફાઈલોમાં કાગળના વહીવટને બદલે માનવીય અભિગમથી પૂર અસરગ્રસ્તોને મદદ કરે.

રાજ્યમાં ૭ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતિ, ઠેર-ઠેર પાણી છતાં “ભાજપ સરકાર અને મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતને નુકસાન, જમીન ધોવાણ, રોગચાળા ડામવા, શુદ્ધ પીવાના પાણી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ” તેવી વાતો હકીકતમાં અનેક જાહેરાતોની જેમ વધુ એક કાગળ ઉપરની જાહેરાત છે. ત્યારે મુખ્યમંત્રી અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયેલ વહીવટી તંત્ર જાગે. રોજનું રોજ કમાઈને જીવન નિર્વાહ કરતાં પરિવારો માટે મુશ્કેલીના દિવસો છે. સર્વેની કામગીરી પછી જ કેશ ડોલ્સ વિતરણનો અસંવેદનશીલ નિર્ણય કરનાર ભાજપ સરકાર વહીવટી તંત્ર – લાલ ફાઈલોમાં કાગળના વહીવટને બદલે માનવીય અભિગમથી પૂર અસરગ્રસ્તોને મદદ કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note