શહેર – જિલ્લા પ્રમુખશ્રીની નિમણૂંક : 25-06-2018
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના શહેર જિલ્લાના પ્રમુખોની નીચેના નામોની મજૂરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ નવનિયુક્ત શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાને ધ્યાનમાં લઈ સંગઠનમાં ફેરફારની શરૂઆત કરી દીધી છે. તેના ભાગરૂપે શહેર / જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાષ્ટ્રીય કક્ષાએથી મંજૂરી મળી છે. નવનિયુક્ત શહેર / જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે તેમની ફરજ બજાવશે. તેવો મને ર્દઢ વિશ્વાસ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો