૩૧ જીલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયત માટે અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ : 20-06-2018
૩૧ જીલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયત માટે અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ-ઉપપ્રમુખ, પદાધિકારીઓ માટે યોજાયેલ ચૂંટણી બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ૩૧ જીલ્લા પંચાયતની વર્ષ-૨૦૧૫માં યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર ૨૩ જીઉલ્લા પંચાયતમાં જન સમર્થન-જનઆશીર્વાદ આપીને કોંગ્રેસ પક્ષને શાસન સોંપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય થયો હતો. તે જ રીતે ૨૩૦ તાલુકા પંચાયત વર્ષ-૨૦૧૫ માં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ૧૨૯ તાલુકા પંચાયતમાં વિજય અપાવ્યો હતો. પંચાયતીરાજના નિયમ મુજબ પ્રમુખ-ઉપપ્રમુખના અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતા કોંગ્રેસ પક્ષને ૧૮ જીલ્લા પંચાયતમાં પુન:શાસન સ્થાપિત થયું છે. વર્ષ-૨૦૧૫ માં કારમો પરાજય પામેલ ભાજપાએ શામદામ દંડ ભેદ નો ઉપયોગ કર્યો, સત્તાનો ભરપૂર દુરઉપયોગ થઇ રહ્યો છો, પોલીસ નો ધાક ધમકીનો ઉપયોગ કરવામાં આવ્યો, સહકારી ક્ષેત્ર નો દુર ઉપયોગ કર્યો. ડાંગ જિલ્લા પંચાયતમાં કોગ્રેસ ની બહુમતી થતાં સરકારના ઇશારે ચુટંણી મુલતવી રાખવામાં આવી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો