આજ રોજ રાજ્યમાં તાલુકા પંચાયતના પદાધિકારી પ્રમુખ / ઉપપ્રમુખની : 13-06-2018
આજ રોજ રાજ્યમાં તાલુકા પંચાયતના પદાધિકારી પ્રમુખ / ઉપપ્રમુખની અઢી વર્ષના કાર્યકાળ પૂર્ણ થતાં યોજાયેલ પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ખેડા જિલ્લાની ખેડા, મહુધા, માતર, વસો, નવસારી જિલ્લાની વાસંદા, ખેરગામ, અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષે વિજય પ્રાપ્ત કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષે ભાજપ પાસેથી આંચકી લઈને ભાજપાને જોરદાર લપડાક આપી છે. રાજ્યના વરિષ્ઠ મંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતા અને સ્થાનિક વહીવટી તંત્રના અનેક ધમપછાડા છતાં કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યશ્રીઓએ એક થઈને ધોળકા તાલુકા પંચાયત કબજે કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો