ભાજપનું જન સમર્થન અભિયાન નહીં પણ ધન સમર્થન અભિયાન : 08-06-2018
- મોદી સરકારે નાના માણસોનો ‘હાથ’ પકડ્યો હોત તો આજે મોટા માણસોના ‘પગ’ પકડવાનો વારો ના આવ્યો હોત – જયરાજસિંહ
- ભાજપનું આ “જન સમર્થન” અભિયાન નહીં પણ ” ધન સમર્થન ” અભિયાન છે-જયરાજસિંહ
- ભાજપનું ”સંપર્ક ફોર સમર્થન“ અભિયાન મોદીજીએ ગુમાવેલા જનસમર્થન ની કબુલાત છે – જયરાજસિંહ
- વિદેશી મહેમાનોને ઝુલે ઝુલાવવાની ઘેલછા ના રાખી હોત ને ખેડૂતોની ચિંતા કરી હોતતો ખેડુતોએ જીવન ટુંકાવવા દોરડે ઝુલવુ ના પડત-જયરાજસિંહ
- ભાજપની દોડ હજુય ઉંધી દીશામા છે. માધુરી દીક્ષિતનો સંપર્ક કરવાના બદલે અમિત શાહે ઉના, કઠુઆ અને ઉન્નાવની પીડીતોના પરિવાર નો સંપર્ક કર્યો હોત તો લેખે લાગત પણ કલાકારો, ધર્મગુરુઓ કે અન્ય સેલીબ્રીટીઝના ફોલોઅર્સ લાખોની સંખ્યામાં હોય અને માટે લાખો લોકો સુધી પહોચવા માટેનો આ શોર્ટકટ ભાજપે અપનાવ્યો છે-જયરાજસિંહ
- શ્રી રાહુલ ગાંધી પોલીસ ગોળીબારનો ભોગ બનેલા પીડિત પરિવારને મળે છે જયારે અમિતભાઇ શાહ અભિનેત્રીઓને મળે છે-જયરાજસિંહ
- મોદી સરકારે ગરીબોની આંતરડી ઠારી હોત તો અમીરોના દરવાજે દરવાજે ભટકવું ના પડ્યું હોત – જયરાજસિંહ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો