ગાય માતાઓ માટે રાહત ભાવે ઘાસ-ખાણદાણ આપવાની જાહેરાત માત્ર પ્રચાર : 03-06-2018

  • ભાજપ સરકારની ગાય માતાઓ માટે રાહત ભાવે ઘાસ-ખાણદાણ આપવાની જાહેરાત જન આક્રોશ ઠારવા પુરતી જ હતી
  • ગાયમાતા અને ગૌશાળાને વધુ સમય ઘાસચારો આપવો ન પડે તે માટે સમય કાઢી રહી છે ભાજપ સરકાર
  • ભાજપ સરકાર સત્તા ઉપર આવ્યા બાદ ગાયમાતાઓની હાલત કફોડી બની છે

રાજ્યમાં ગાયમાતાના નામે લોકોની લાગણી જીતીને પ્રચારમાં ગાયમાતાનો ઉપયોગ કરીને સત્તા મેળવનાર ભાજપ શાસનમાં ગાયમાતાની હાલત કફોડી છે અને ઘાસચારો-ખાણદાણના અભાવે ગાયમાતા મોતના મુખમાં ધકેલાઈ રહી છે. બનાસકાંઠા સહીતના જુદાજુદા જીલ્લાના પાંજરાપોળના સંચાલકોએ ગાયોને બચાવવા આંદોલન કરવાની ફરજ પડી. સમગ્ર રાજ્યમાં જન આક્રોશ ઉભો થયો છે. આ આક્રોશને શાંત કરવા મોડે મોડે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને જાહેરાત કરવાની ફરજ પડી કે, ‘ચાર માસ સુધી પશુ દીઠ ૩ કિલો ઘાસ અને ૧ કિલો ખાણદાણ સમગ્ર રાજ્યમાં ૨/- રૂ. કિલો ના ભાવે આપવામાં આવશે.’ આ ઘાસ અને ખાણદાણ રાહત ભાવે આપવાની જાહેરાત કરી ત્યારે ચોમાસાને દોઢ મહિનાની વાર હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note