જીલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પદાધિકારીને શો-કોઝ નોટીસ ફટકારી : 01-06-2018

વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ગંભીર પગલાં ભરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જીલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પદાધિકારીને શો-કોઝ નોટીસ ફટકારી તાત્કાલિક અસરથી કેમ ગેરલાયક ન ઠેરવવા તે પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૧૫ માં યોજાયેલ સ્થાનિક સ્વરાજની સંસ્થા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ કોંગ્રેસ પક્ષને ભવ્ય જન સમર્થન-જન આશીર્વાદ આપ્યા. પરિણામે, કોંગ્રેસ પક્ષને ૨૩ જીલ્લા પંચાયત અને ૧૪૩ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર વિજય થયો હતો. કોંગ્રેસ પક્ષની ચૂંટાયેલી જીલ્લા પંચાયતના જે સભ્યો-પદાધિકારીઓએ પ્રજાદ્રોહ અને પક્ષદ્રોહ કરીને ભાજપના કાવતરા અને કારનામાંમાં સામેલ થયા હતા. તેની કોંગ્રેસ પક્ષે ગંભીર નોંધ લીધી હતી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને શો-કોઝ નોટીસ ફટકારી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note