ગુજરાત જમીન વિકાસ નિગમમાં ખેડૂતો અને જમીનના વિકાસને બદલે અધિકારીઓ અને ભાજપના મળતીયાઓનો વિકાસ : 13-04-2018
ગુજરાત જમીન વિકાસ નિગમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને હિમશિલાના ટપકાં સમાન આ ભ્રષ્ટાચારના પંચાવન લાખ રોકડા નિગમની સત્તાવાર કચેરીમાં અધિકારીના ખાનામાંથી પકડાય તે દર્શાવે છે કે, ગુજરાત જમીન વિકાસ નિગમમાં ખેડૂતો અને જમીનના વિકાસને બદલે અધિકારીઓ અને ભાજપના મળતીયાઓનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે જમીન વિકાસ નિગમની જેમજ અન્ય નિગમો અને સચિવાલયમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જમીન વિકાસ નિગમમાં ખેડૂતોની જમીન સમતલ કરવી, તળાવો ઉંડા કરવા, સીમ તલાવડી, ખેત તલાવડી, વાયર ફેન્સીંગ અને ખેડૂતો, ખેતીલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે. છેલ્લા દશ વર્ષમાં સીમતલાવડી, ખેત તલાવડીના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો