કોંગ્રેસ પક્ષની કાર્યકરો-આગેવાનો સાથેની સંવાદ યાત્રાનો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ખાતેથી પ્રારંભ : 12-04-2018
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી આજ રોજ સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના ચરણમાં શિષ ઝુકાવીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષની કાર્યકરો-આગેવાનો સાથેની સંવાદ યાત્રાનો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ખાતેથી પ્રારંભ કર્યો હતો. કોંગ્રેસ પક્ષની બનાસકાંઠામાં અંબાજી ખાતે અને પાટણ જિલ્લાની પાટણ ખાતે વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં કામ કરનાર કાર્યકરોને મહત્વ મળશે અને કામ ન કરનારને હોદ્દા પરથી દુર કરાશે. પક્ષમાં શિસ્ત અને સંયમ સાથે કોંગ્રેસ પક્ષની વિચારધારા માટે કામ કરનારને પક્ષમાં અગત્યની જવાબદારી સોંપાશે. બનાસકાંઠામાં તાજેતરમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થયો. પક્ષના કાર્યકરોએ ઉત્તમ કામગીરી કરીને ભાજપને તેનું સ્થાન બતાવી દીધુ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો