કોંગ્રેસ દરેક બુથ પર જનમિત્ર મુકશેઃ અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના પ્રમુખપદે તાજેતરમાં જ બિરાજમાન થયેલા અમિત ચાવડાએ પક્ષ વેગવાન બને અને કાર્યકર્તાઓમાં ઉત્સાહમાં વધુ વધારો થાય એ માટે પ્રયત્નો શરુ કરી દીધા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે ગામે ગામ જઇ કાર્યકર્તાઓને સાથે મિટીંગ કરી પક્ષને મજબૂત બનાવાશે. અને દરેક બુથ પર બે જનમિત્ર મુકાશે.
ગુજરાતના શહેરી વિસ્તારમાં આવેલા નબળા પરિણામોને પણ ધ્યાન પર લઇ હવે પછી શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રયત્ન કરાશે. 14મીએ આંબેડકર જયંતિએ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો આપવામાં આવશે.
http://chitralekha.com/news/gujarat/congress-pc-5-april-2018/