રાષ્ટ્રીય કારોબારીની મીટીંગ : 27-03-2018
અખિલ ભારતીય અસંગઠિત કામદાર કોંગ્રેસની તા. ૨૮/૦૩/૨૦૧૭ ના રોજ, દિલ્હીમાં કોંગ્રેસના કેન્દ્રીય કાર્યાલય ખાતે મળનાર રાષ્ટ્રીય કારોબારીની મીટીંગમાં માર્ગદર્શન કોંગ્રેસ પ્રમુખશ્રી રાહુલ ગાંધી કરશે. રાષ્ટ્રીય કારોબારી બે દિવસ ચાલશે અને આ કારોબારીમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના કરોડો અસંગઠિત કામદારોના પ્રાણપ્રશ્નો અંગે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ ના રોજ ૧લી મે, દિલ્હી તેમજ રાષ્ટ્રના તમામ રાજ્યોના પાટનગરોમાં રેલીઓ યોજાશે. તેમ જણાવતા ગુજરાત પ્રદેશ અસંગઠિત કામદાર કોંગ્રેસના ચેરમેન શ્રી અશોક પંજાબીએ જણાવ્યું છે કે, આ રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના ત્રણ પ્રતિનિધીઓ ભાગ લેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો