હોમગાર્ડ જવાનો ને ઓછામાં ઓછું પ્રતિદિન વેતન આપવામાં આવે : 20-03-2018

  • ૪૦,૦૦૦ જેટલા હોમગાર્ડ જવાનોને પડોશી રાજ્યોની સરખામણીએ ઓછામાં ઓછું રૂા. ૭૦૦/- પ્રતિદિન વેતન આપવામાં આવે.
  • ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને અપૂરતુ અને અનિયમિત વેતન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર
  • હાઈકોર્ટના આદેશ છતાં મોટા ભાગના હોમગાર્ડ જવાનોને ત્રણ ત્રણ મહિના સુધી વેતન ચૂકવાતું નથી

કાયદો વ્યવસ્થા, કુદરતી આપત્તી અને ટ્રાફિકમાં પોલીસતંત્રને મદદરૂપ થવા ફરજ બજાવતા ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને અપૂરતુ અને અનિયમિત વેતન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર  હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૪૦,૦૦૦ જેટલા હોમગાર્ડ જવાનો કાયદો-વ્યવસ્થા અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા માટે ફરજ બજાવે છે. મોટા ભાગના હોમગાર્ડ જવાનોને ત્રણ ત્રણ મહિના સુધી વેતન ચૂકવાતું નથી. અમુક જિલ્લામાં તો છ મહિના જેટલા સમયથી હોમગાર્ડ જવાનોને વેતન ચૂકવાતું નથી. સામાન્ય-મધ્યમ વર્ગના હોમગાર્ડ જવાનો વેતન માટે ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી શકતા નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note