જાણીતા સામાજિક કાર્યકર્તા – કવિયત્રી શ્રીમતી દિવ્યાબેન પ્રબોધભાઈ રાવલના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 10-03-2018

જાણીતા સામાજિક કાર્યકર્તા – કવિયત્રી શ્રીમતી દિવ્યાબેન પ્રબોધભાઈ રાવલના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્વ. દિવ્યાબેન પ્રબોધભાઈ રાવલના આજીવન દિવ્યાંગો માટે અને ગરીબ અને નબળાં વર્ગના બાળકો માટે શિક્ષણ અને સામાજિક સંસ્થાઓ સ્થાપી તેમના ઉત્થાન માટે આજીવન કાર્યરત રહ્યાં. રાજકીય રીતે સતત નજીક હોવા છતાં રાજકારણ સિવાય હંમેશા બાળકો-મહિલાઓના સશક્તિકરણ માટે ઉત્તમ કામગીરી કરીને આગવી ઓળખ ઉભી કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note