ગુજરાતના ધો-૧૦, ધો-૧૨ ના ૧૮ લાખ થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાની સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા : 10-03-2018
ગુજરાતના ધો-૧૦, ધો-૧૨ ના ૧૮ લાખ થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાની સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર વર્ષ દરમ્યાન સતત મહેનત કરીને આપ, સૌ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યાં છે. પરીક્ષાના ‘હાઉ’ ની હકાલપટ્ટી કરો. કોઈ પણ પ્રકારના દબાવ વિના પરીક્ષા આપો. પરીક્ષા એ વર્ષ દરમ્યાન તમો જે શીખ્યા છો. અભ્યાસ કર્યો છે તેનું ત્રણ કલાકમાં લખવાનું છે અને તેનું મુલ્યાંકન થશે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો