સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાણી વિનાની પકોડા સરકારને પ્રજા ફગાવી દેશે : 16-02-2018સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાણી વિનાની પકોડા સરકારને પ્રજા ફગાવી દેશે : 16-02-2018
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાણી વિનાની પકોડા સરકારને પ્રજા ફગાવી દેશે : ડૉ. હિમાંશુ પટેલ
- છેલ્લાં પાંચ વર્ષમાં વિકાસના નામે થયેલાં ‘નિરવ’ ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં ઘર… ઘર… મોદી અને ભજીયાવાળા શાહ પેદા થયાં છેઃ ડૉ.હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અગાઉની જેમજ અભૂતપૂર્વ જનસમર્થન મેળવી વિજય પ્રાપ્ત કરશે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પછી આજદીન સુધી કોઈ સરકાર જ ના હોય તેવી અતિશય નબળી કામગીરી સાથે પ્રજાનો રોષ યથાવત જ હોવાથી બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત ઉપરાંત ૭૫ નગરપાલિકાઓમાં નવસર્જન માટે પ્રજાએ સંકલ્પ કર્યો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.