કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા શ્રી ભરતસિંહ સોલંકી અને શ્રી પરેશ ધાનાણી : 01-02-2018
ચૂંટણી પહેલા જાહેર સભામાં મોટી મોટી વાતો આજે ૧૨૭૫ દિવસ એટલે કે, ત્રણ વર્ષ કરતા વધુ કેન્દ્ર સરકારને સમય વીતી ગયો પણ પ્રજાની હાલાકીમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે. નિરાશાજનક, મધ્યમ વર્ગ સાથે છેતરપીંડી અને મોંઘવારીના મારથી પરેશાની ભોગવતી પ્રજાને કોઈ રાહત નહી તેવા ફુગાવો વધારનાર કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા જાહેર સભામાં મોટી મોટી વાતો આજે ૧૨૭૫ દિવસ એટલે કે, ત્રણ વર્ષ કરતા વધુ કેન્દ્ર સરકારને સમય વીતી ગયો પણ પ્રજાની હાલાકીમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે. ખેડૂતોને દેવામાફીની કોઈ વાત નથી, સરકારે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ. કોંગ્રેસની સરકારે ૨૦૦૮માં ખેડૂતોનું ૭૬,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું અને દેશના ૪.૫ કરોડ ખેડૂતોને રાહત આપી હતી. અત્યારે લગભગ બે લાખ કરોડ રૂ. નું દેવું ખેડૂતોને માથે છે. તેના પર ચાર ટકા વ્યાજ લેવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો