સરકારી અને ગ્રાન્ટેડ શાળા-કોલેજોની સ્થાપના કરવા કોંગ્રેસ પક્ષની માંગ. : 01-02-2018
- નિવૃત અને મળતીયા અધિકારીઓને ફી નિયમન કમીટીમાં ગોઠવીને ભાજપ સરકારે દેખાવ માટે બનાવેલ ફી નિયમન કાયદાની પોલ ખુલી.
- સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર વિદ્યાર્થી-વાલીઓને વિશ્વાસ બેસે તે રીતે ફી નિયમન કાયદાનું સંપૂર્ણ પારદર્શક અમલીકરણ માટે વ્યવસ્થાતંત્ર ઉભું કરવા માંગ.
- સરકારી અને ગ્રાન્ટેડ શાળા-કોલેજોની સ્થાપના કરવા કોંગ્રેસ પક્ષની માંગ.
નિવૃત અને મળતીયા અધિકારીઓને ફી નિયમન કમીટીમાં ગોઠવીને ભાજપ સરકારે દેખાવ માટે બનાવેલ ફી નિયમન કાયદાની પોલ આજ રોજ સુપ્રિમ કોર્ટે ખુલી કરી દીધી છે. ત્યારે ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વાલીઓને વ્યાજબી ફી માં શિક્ષણ મળે તે માટે સરકારી – ગ્રાન્ટેડ શાળા-કોલેજોની સ્થાપના કરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણનું પવિત્ર કાર્ય કરતી સ્કૂલોના આ કુમળા બાળકોને ભણાવવાની જવાબદારી સરકારની છે ત્યારે સ્કૂલોની પરવાનગી આપતા સમયે મોટા ભ્રષ્ટાચાર અને આવી સ્કૂલો સાથે લેતી દેતી કરનાર ભાજપ સરકારે સરકારી સ્કૂલોને બંધ કરાવી, સ્કૂલોમાં પુરતા શિક્ષકોની ભરતી ન કરવી, સ્કૂલોમાં પાયાની સુવિધાઓ નહીં આપવી અને સરકારી-ગ્રાન્ટેડ શિક્ષણ માળખાને તોડી પાડી, ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપી, લૂંટફાટ કરવાની પૂરતી તકો ભાજપ શાસકોએ પોતાના મળતીયાઓને સતત આપી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો