ભાજપ સરકાર ઉત્તર પ્રદેશમાં બટાકા પકવતા ખેડૂતોને એક ટને ૧૧૩ નો પોષણભાવ આપતી હોય તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં ? ડૉ. હિમાંશુ પટેલ : 23-01-2018

  • ભાજપ સરકાર ઉત્તર પ્રદેશમાં બટાકા પકવતા ખેડૂતોને એક ટને ૧૧૩ નો પોષણભાવ આપતી હોય તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં ? ડૉ. હિમાંશુ પટેલ
  • બટાકાનાં નિકાસ માટે ચોક્કસ નીતિનાં અભાવે આર્થિક ભીંસમાં પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી બાકી સબસીડી આપી કિસાનોને બચાવો.

ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારની ખેડૂતોને અન્યાય કરતી નીતિનાં કારણે બટાકામાં પોષણક્ષમ ભાવો નહીં મળતાં પાંચ ખેડૂતોએ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી લેવી પડી છે. જ્યારે બે ખેડૂતો આપઘાતનાં પ્રયાસમાં બચી ગયા છે. ત્યારે રાજ્યમાં બટાકા પકવતા ખેડૂતોને આર્થિક ભીંસમાંથી ઉગારી લેવા માટે ઉત્તરપ્રદેશની જેમ બટાકાનો રૂ. ૧૧૩ ભાવ પ્રતિ મણે આપવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note