પેટ્રોલના ભાવ ઘટવાનો લાભ પ્રજાને બદલે સરકાર પૈસા લઇ જાય છે : કોંગ્રેસ
નવી દિલ્હી, તા. ૪ જાન્યુઆરી 2018, ગુરુવાર
પેટ્રોલ ઉત્પાદનોની એકસાઇઝ ડયુટી વધારીને સરકારે રૃ.૫.૫ લાખ કરોડ તો લોકો પાસેથી ખંખેરી લીધા પણ હવે સરકારે લોકોને કહેવું જોઇએ કે એ પૈસાનું તેમણે શું કર્યું એમ કહીને કોંગ્રેસે આજે મોદી સરકાર પર આવકનો લાભ પ્રજાને નહીં આપવા આરોપ કર્યો હતો.
લોકસભામાં આ મુદ્દો ઉઠાવીને પક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેએ નોંધ્યું હતું કે માર્ચ ૨૦૧૪માં ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ ૧૧૦ ડોલર હતો, બે મહિના પછી ભાજપ શાસનમાં આવ્યું ત્યારે ભાવ ગગડીને જૂન ૨૦૧૬માં બેરલ દીઠ ૪૦ ડોલર થયા હતા અને ગઇ કાલે ભાવ ૬૦ ડોલર હતો.
તેમણે કહ્યું હતું કે ભાવ ઘટતા સરકારે તે પ્રમાણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડયા નહતા, બલકે ડિઝલ પર અકક્સાઇઝ ડયુટી ૩૮૬ ટકા અને પેટ્રોલ પર ૧૨૬ ટકા વધારી દીધી હતી.
‘તમે વર્ષે ૧.૬૨ કરોડ રૃપિયા કમાવ્યા હતા અને અત્યાર સુધીમાં રૃપિયા ૫.૫૦ કરોડ કમાવી લીધા છે. પ્રજાને અત્યાર સુધી એક પૈસાનો પણ લાભ મળ્યો નથી. જ્યારે વધેલી આવક સરકારી ખજાનામાં ગઇ હતી’એમ તેમણે કહ્યું હતું.
તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારે દલિતો માટેની યોજનાઓ સહિત અન્ય કલ્યાણકારી યોજનાઓમાં ઘટાડો કર્યો હતો. ‘ તમારે પ્રજાને કહેવું પડશે કે આ પૈસા ક્યાં વાપર્યા હતા’.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-government-takes-money-instead-of-the-people-to-reduce-petrol-prices-congress