ધન્યવાદ જેટલી: પીએમ જે કહે છે તેનો તે અર્થ નથી હોતો અને પીએમ એ વાત નથી કરતા જેનો કોઈ અર્થ હોય છે :રાહુલ ગાંધીનો કટાક્ષ
નવી દિલ્હી :મનમોહનસિંહ પ્રકરણમાં રાજ્યસભામાં નાણામંત્રી અરુણ જેટલીની સ્પષ્ટતા પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે.
તેઓએ જેટલીના નિવેદનની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી રાહુલે કહ્યું કે ”ધન્યવાદ મિસ્ટર જેટલી,દેશને એ યાદ અપાવવા માટે કે આપણા પીએમ જે કહે છે તેનો તે અર્થ નથી હોતો અને પીએમ તે વાત નથી કરતા જેનો કોઈ અર્થ હોય છે ‘
‘આ દરમિયાન રાહુલે તેઓને હેશટેગ ”બીજેપીલાઇઝ ‘નો ઉપયોગ કર્યો હતો પોતાના ટ્વીટ સાથે રાહુલે પીએમના એ ભાષણનો વિડીયો રાખ્યો જેમાં મોદીએ ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાનનું ષડ્યંત્ર હોવાની વાત કહી હતી
Source: http://www.akilanews.com/Main_news/Detail/28-12-2017/120689