આજે કોંગ્રેસનો 133મો સ્થાપના દિવસ: ધ્વજ ફરકાવી કરાઈ ઉજવણી

અમદાવાદ, તા. 28 ડિસેમ્બર 2017 ગુરુવાર

આજે કોંગ્રેસનો 133મો સ્થાપના દિવસ છે. અમદાવાદ તેમજ દિલ્હી ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં 133માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ.

અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ધ્વજ ફરકાવ્યો. 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારા પ્રદર્શન માટે કાર્યકરોને અભિનંદન આપ્યા. દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ તરીકે પ્રથમ વખત ધ્વજ ફરકાવ્યો.

કોંગ્રેસમાં અગાઉ કરતા અત્યારે પરિવર્તન આવ્યુ છે. કોંગ્રેસની કમાન હવે રાહુલ ગાંધીના હાથમાં છે. ઉજવણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. સ્થાપના દિવસે ઈતિહાસને યાદ કરતા સંસ્મરણો વાગોણ્યા.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/today-133rd-foundation-day-of-congress-celebrating-the-flag-hoisting