અબડાસા વિધાનસભા બેઠકમાં લખપત તા.માં કોંગ્રેસનું પલડુ ભારે
વર્માનગર, તા. 24 ડિસેમ્બર, 2017, રવિવાર છેલ્લી ત્રણ ચુંટણી દરમ્યાન કોંગ્રેસના ઉમેદવારનો અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં વિજય થયો છે. ૨૦૧૨ તેમજ ૨૦૧૪ની પેટા ચુંટણી તેમજ છેલ્લે ૨૦૧૭ની વિધાસભા ચુંટણીમાં કોંગ્રેસી ઉમેવારનોનો વિજય થયો છે. અબડાસા વિધાનસભામાં ભાજપના છબીલ પટેલ અને કોંગ્રેસના પ્રધ્યુમનસિંહ જાડેજા વચ્ચે સિધૃધી ટક્કર થઈ હતી. આ ચુંટણીમાં લખપત તાલુકાની વાત કરીએ તો ૬૬ જેટલા બુથ પૈકી કપુરાશીથી લઈ છેક ભાડરા મોટા સુધીમાં ૨૮૦૦૦ જેટલુ મતદાન થયેલ છે. કુલ ૩૯૦૦૦ જેટલા મતદાનની સામે આ તાલુકામાં ૭૩ ટકા જેટલુ મતદાન છે. જેમાં કોંગ્રેસ પક્ષને ૨૬૦૦ જેટલી લીડ મળી છે. આમ, લખપત તાલુકાો કોંગ્રેસની પડખે રહ્યો હતો.
આ વિસ્તારની ખાસિયત પ્રમાણે આ તાલુકો વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ પક્ષને લીડ અપાવે છે. તાલુકામાં મુખ્ય દયાપર, પાંધ્રો, માતાના મઢ, ઘડુલી, નારાયણ સરોવર બાદ કરતા બાકીના ગામડામાં મુખ્ય મથક દયાપરમાં ભાજપને નજીવી સરસાઈ આપી છે. તો દયાપરમાં કુલ ત્રણ બુથ આવેલા છે. આ ત્રણ બુથમાં ૨૦૬૭ જેટલુ મતદાન, કોંગ્રેસને ૯૧૭ જ્યારે ભાજપની સૌથી મોટી પંચાયત પ્રાંધ્રોમાં કુલ ૮ બુથ આવેલા છે. પાંધ્રો, નવાનગર, અપનાનગર, એકતાનગર, સોનલપર, તેમજ વર્માનગર જી.ઈ.બી. અને જી.એમ.ડી.સી.ની વસાહતનો સમાવેશ થાય છે. જંમા ભાજપને ૧૬૫૩ જ્યારે કોંગ્રેસને ૧૬૯૧ સરસાઈ કોંગ્રેસને ૩૮ મતની સરસાઈ થઈ છે. અબડાસા વિધાનસભામાં ત્રીજા નંબરે મત વિસ્તાર પાંધ્રો છે.
લખપત તાલુકાના કુલ ૬૬ બુથમાંથી ૪૫ બુથમાં કોગ્રેસ પક્ષને સરસાઈ મળી છે. ૨૧ બુથમાં ભાજપ પક્ષને સરસાઈ મેળવવામાં સફળતા મળી છે. અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં સૌથી મોખરે નખત્રાણા શહેર આવે છે. જેનું મતદાન લગભગ-૮૩૦૦ જેટલું છે. જ્યારે બીજા નંબરે નલીયા શહેર અને મતદાનમાં ત્રીજા નંબરે પાંધ્રો મત વિસ્તાર આવે છે. લખપત તાલુકામાં દયાપર નજીક આવેલા અડીવાંઢમાં કોંગ્રેસને ૩૨૭ જ્યારે ભાજપને ૧૬ મત મળ્યા છે.
અને ભેખડામાં ભાજપને ૪૨ તો કોંગ્રેસને ૪૨૦ મળ્યા. ગુહરમાં કોંગ્રેસને ૧૪૩ જ્યારે ભાજપને ૪૮ મત મળ્યા છે. આશલડીમાં ભાજપને ૮ જ્યારે કોંગ્રેસને ૪૫૩ મત મળ્યા છે. સક્ષમ ઉમેદવાર મળે ત્યરે લખપતમાં કોંગ્રેસની લીડ માં વધારો અબડાસા વિધાનસભા મત ક્ષેત્રમાં લખપત તાલુકો પરંપરાગત રીતે કોંગ્રેસ પક્ષને લીડ આપે છે. એકથી વધુ વખત એવુ બન્યુ છે. જ્યારે કોંગ્રેસ પક્ષ વતી સક્ષમ ઉમેદવાર દાવેદારી નૌધાવે છે. કોંગ્રેસપક્ષની લીડમાં વધારો થાય છે.
ચુંટણી પરિણામ બાદ કોંગ્રેસનું વર્ચસ્વ વધ્યુ છે. ગત તાલુકાની ચુંટણીમાં કોંગ્રેસ સતા મેળવવા સફળ રહી હતી પરંતુ પક્ષના મોટાભાગના તાલુકા કક્ષાના ઉમેદવારો હાર્યા હતા. પ્રમુખ, ઉપપ્રમુખથી માંડીને કારોબારી ચેરમેન સુધીના કાર્યકરો હાર્યા હતા.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/bhuj/congress-plunge-heavily-in-abadasa-assembly-meeting