મોરબી કોંગ્રેસના પ્રવક્તાના ધારાસભ્ય મેરજાએ પારણા કરાવ્યા

Dec 23, 2017

મોરબીમાં કોંગ્રેસના વિજય માટે વિજય સરડવાએ આકરી માનતા કરી હતી. જે કોંગ્રેસની જીત બાદ માનતા ઉતારી નવનિયુક્ત ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પારણા કરાવ્યા હતા. મોરબી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય બને તે માટે ઘણા લોકોએ કોંગ્રેસની જીત માટે માનતા કરી હતી પછી ઊંધા ચાલવાની હોય કે દંડવત પ્રણામની હોય પણ કોંગ્રેસ પ્રવક્તા વિજયભાઈ સરડવાએ તો અનોખી માનતા કરી હતી.

જેમાં કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી વિજય ઘોષિત ન થાય ત્યાં સુધી અને મોરબી માળિયા બેઠક પર કોંગ્રેસનો વિજય થાય પછી જ અન્નનો દાણો પેટમાં નાખવા જેવી આકરી બાધા લેનાર મોરબી કોંગ્રેસના પ્રવક્તા વિજયભાઈ સરાડવાની પ્રાર્થના ફળીભૂત થતાં ગઈકાલે મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે પારણા કરી ભોજન લીધું હતું.

રવાપર ગામ ખાતે મોરબીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજાયો હતો.

જેમાં સરડવા પરિવાર દ્વારા બ્રિજેશભાઈનું બહુમાન કરી વિજયભાઈ સરડવાએ ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરી ગરીબોને પ્રેમથી જમાડી પોતાની અગિયાર માસની માનતા પૂર્ણ કરી અન્નનો દાણો મોઢામાં મૂક્યો હતો.

Source: http://www.gujarattoday.in/morbi-congress-na-pravktana/