રાહુલે ગુજરાતની હારને ગણાવી ‘જીત’, મોદી પર કર્યા આકરા પ્રહારો

December 19, 2017 | 1:35 pm IST

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આખરે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું મૌન તોડ્યું. તેમણે કહ્યું કે તેઓ પ્રજાના નિર્ણયને સ્વીકારે છે, પરંતુ આ પરિણામ ભાજપા અને મોદીજી માટે પણ સબક છે. કૉંગ્રેસના નવ-નિયુકત અધ્યક્ષ એ એમ પણ કહ્યું કે દેશની પ્રજા ભાજપાના ષડયંત્રોને સમજવા લાગી છે અને આવનારા સમયમાં તેની અસર જોવા મળશે. તેમણે કહ્યું કે કૉંગ્રેસ અને મારા માટે નૈતિક અને મનોબળની જીત છે.

રાહુલ ગાંધીએ ગુજરાત પરિણામો પર કહ્યું કે ગુજરાત એ મોદીજી અને ભાજપાને મેસેજ આપ્યો છે કે જે ગુસ્સો અને ક્રોધ તમારામાં છે તે કામમાં આવશે નહીં. ગમે તેટલો ગુસ્સો હોય, ગમે તેટલા પૈસા હોય અને ફોર્સ હોય…પ્રેમ તેને હરાવી દેશે અને તે પ્રેમ મને નજર આવ્યો છે. ગુજરાત અને હિમાચલમાં જે લોકો ચૂંટણી જીત્યા છે હું તેને દિલથી શુભેચ્છા આપવા માંગું છું. બંને રાજ્યોની પ્રજાને પણ હું ધન્યવાદ આપું છું.

ગુજરાતમાં વિકાસ પર મ્હોર મારવાના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ દિલચસ્પ છે કે ચૂંટણી જીત્યા બાદ મોદીજી આ વાત કહી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મોદીજી બોલ્યા છે વિકાસની ચૂંટણી છે, જીએસટી પર મ્હોર છે. તેમના ભાષણોમાં ન વિકાસની વાત થઇ રહી હતી ન જીએસટીની. મોદીજીની વિશ્વસનીયતા પર ખૂબ મોટો પ્રશ્ન છે. આવનારા સમયમાં દેખાશે કે મોદીજીની વિશ્વસનીયતા નથી.

Source: http://sandesh.com/rahul-gandi-attack-on-pm-modi-for-gujarat-election/