શ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા ૨૦૧૭ ની મતગણતરી પૂર્ણ થયા બાદ : 18-12-2017

રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા ૨૦૧૭ ની મતગણતરી પૂર્ણ થયા બાદ આવેલ પરીણામને ગુજરાતની જનતાને ચુકાદો માની હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણી પરિણામમાં ભાજપ સાત સીટોમાં બહુમતી કરતા વધારે સીટો મેળવી. પરંતુ મોદીજીની ભાજપા સરકારે કરેલો ૧૫૧ સીટો નો દાવો નિષ્ફળ ગયો અને અત્યાર સુધીના ભાજપ સરકારે સૌથી ઓછી બહુમતી મેળવી છે. તેના પરથી અનુમાન કરી શકાય કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં પરિવર્તન જરૂરથી લાવશે. ગુજરાતની જનતાને કોંગ્રેસ પક્ષને ૪ ટકા વધારે મત આપી કોંગ્રેસ પક્ષને ૮૦ સીટો પર વિજય અપાવ્યા છે. તે બદલ ગુજરાતની જનતાને ધન્યાવાદ માનીએ છીએ ગત વખત કરતાં કોંગ્રેસ પક્ષે વધારે સીટો પર વિજય મેળવ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note