કેરળમાં રાહુલ ગાંધી ‘ઓખી’ પીડિતોનાં દર્દમાં સહભાગી બન્યાં: ‘મોદીની વિશ્વસનીયતા સંકટમાં’

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત કેરળ પહોંચેલા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં એટલા માટે આવ્યા કારણ કે જનતાને તેમના પર ઘણી આશાઓ હતી. દેશના લોકોએ ત્યારે નરેન્દ્ર મોદી અને તેમના શબ્દો પર વિશ્વાસ મુક્યો હતો. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. આજે ત્રણ વર્ષ બાદ નરેન્દ્ર મોદી વિશ્વસનીયતાના સંકટનો સામનો કરી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી પ્રચાર આગળ વધતો ગયો તેમ ભાજપ મુદ્દાઓ પરથી ભટકતી ગઇ. મોદી પહેલા નર્મદાની વાત કરતા ત્યાર બાદ ઓબીસી અને ત્યાર બાદ વિકાસ તરફ વળ્યા અને અંતમાં આપણે એક તમાશો જોયો.

આ કાર્યક્રમ પહેલા રાહુલ ગાંધીએ દક્ષિણ કેરળમાં ઓખી વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મળ્યા અને ત્યા કેટલાક લોકોને સાંત્વન આપતા તેમને ભેટી પડ્યા હતાં.

Source: http://www.meranews.com/news/view/mr-modi-is-facing-a-crisis-of-credibility-rahul-gandhi