વડગામમાં શકિતસિંહ ગોહિલના ભાજપ પર આકરા પ્રહારો
વડગામ, તા.૧ર ડિસેમ્બર 20107, મંગળવાર
ગુજરાત વિધાનસભાની ચુટણી માટેના બીજા તબકકાની ચુટણી પ્રચારના અંતિમ દિવસ સુધી રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ દ્વારા પુરજોશમાં પ્રચાર અને પ્રસાર કરાયો છે. જેમાં આજે વડગામ ખાતેની અનામત બેઠક પર કોંગ્રેસના સમર્થનથી ચુટણી લડતા અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણી માટે પ્રચાર અર્થે શક્તિસિહ ગોહીલ અને અલ્પેશ ઠાકોર દ્વારા જંગી સભાને સંબોધી હતી. વડગામમાં જંગી સભા સંબોધતા કોંગ્રેસના પ્રવકતા અને પૂર્વ વિરોધપક્ષના નેતા શક્તિસિહ ગોહીલે મંચ પરથી ભાજપની સામે આકરા પ્રહાર કરીને જણાવ્યુ હતુ કે ભાજપના પોલ ખોલ મોબાઈલના વોટસઅપ પર ચાલુ છે. શારીરીક હૂમલો કરવાના સંસ્કાર કાગ્રેસના નથી. અહીંસાના માર્ગે ચાલવુ એ સંસ્કાર કોંગ્રેસના છે અને બાબા સાહેબને આપેલા બંધારણ મુજબ સત્તા અમારા હાથમાં છે. ભાજપ સામે આક્ષેપ કરીને જણાવ્યુ હતુ કે અહંકાર તમોને છે. અહંકાર સોનાની નગરી હતી.
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ લીડથી જીગ્નેશ મેવાણીને જીતાડવા જનમદનીને વિનંતી કરી હતી. જયારે એકતા મંચ અને ઠાકોર સેનાના સંયોજક અલ્પેશ ઠાકોરને પોતાના વ્યક્તવ્યમા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ભાજપવાળા ગાંડા અને ઘાંઘા થયા છે જેથી અલ્પેશ ઠાકોર જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલની સામે આક્ષેપ કરી રહ્યા છે. કે કોંગ્રેસના ત્રણ યુવકો જાતીવાદ ફેલાઈ રહ્યા છે. અને જાતીવાદ નહી પણ સાચા અર્થમાં ગુજરાતને એક કરવાનુ કામ તેમજ ગુજરાતને જગાડવાનુ કામ કર્યુ છે.
યુવાનોને રોજગારી આપવાની વાત ખેડુતોનો વિકાસ કરવાની વાત અને શિક્ષણમાં બદલાવ લાવવાની વાત કરીએ છીએ. ભાજપ રર વર્ષથી ગુજરાતને લુટવાનુ કામ કરી રહી હોવાના આક્ષેપ કરીને આકરા પ્રહાર કરીને જણાવ્યુ હતુ કે એક એવા લોકો બેઠા છે કે ગુજરાતને તોડવાનુ કામ કરે છે. ગુજરાતની અસ્મીતાને કલંક કરી રહ્યા છે. અમારી સામે અપ્રચાર કરીને જણાવાઈ રહ્યુ છે કે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર જીતશે તો રાધનપુરમાં તોફાનો થશે. ઠાકોર લોકો રાજ કરશે તેવા પ્રચાર કરાઇ રહ્યાના આક્ષેપો કરાયા હતા. વાત વાતમાં કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો કર્યો. વડગામમાં ઠાકોર સેનાના પ્રમુખ પર હુમલો કરાયો હતો.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/north-gujarat/shaktisinh-gohil-s-attack-on-bjp-in-vadgaam