રાહુલ ગાંધીનો મોદી સરકારને પ્રશ્ન,”22 વર્ષનો હિસાબ આપો, ગુજરાત માગે છે જવાબ”
December 10, 2017, 5:41 pm
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકારને 12મો સવાલ પુછ્યો છે. આ સવાલમાં રાહુલ ગાંધીએ GST અને નોટબંધીનો ઉલ્લેખ કર્યો છે. આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે,”GST અને નોટબંધીનાં કારણે ગુજરાતનાં વેપારીઓ વધારે ત્રસ્ત થયાં છે.
જ્યારે મોટા-મોટા ઉદ્યોગપતિઓ મસ્ત થયાં છે. GST અને નોટબંધીથી નાના-નાના વેપારીઓને પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો છે. આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ સુરત, રાજકોટ, અલંગ અને અંજારનાં વેપારીઓનો પણ ઉલ્લેખ કર્યો છે એટલે કે તેમનાં વિશે પણ વાત કરી છે.
આ સિવાય પણ પ્રશ્ન કરતા જણાવ્યું કે GST અને નોટબંધીએ ગુજરાતનાં વેપારને નષ્ટ કર્યો છે તો શું આની જવાબદારી તમારી સરકાર લેશે. મોદી સરકાર 22 વર્ષોનો હિસાબ આપે અને ગુજરાત તેનો જવાબ માગે. GST અને નોટબંધીનો વેપારીઓને ઘણો બેવડો માર પડ્યો છે. ગુજરાતનાં તમામ વેપારો ધીરે-ધીરે નષ્ટ થવાં લાગ્યાં છે.
Source: http://sambhaavnews.com/national/rahul-gandhis-tweets-12th-question-to-pm-modi-asks-about-gst-demonetization/