પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇતિહાસને તોડી મરોડીને રજૂ ન કરે: આનંદ શર્મા
અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભામાં કહ્યું કે, પ્રધાનમંત્રીની ચૂંટણીમાં સરદાર પટેલનો વિજય થયો તેમ છતાંય મહાત્મા ગાંધીજીએ જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા હતા. વાસ્તવમાં ભારતનું સંવિધાન ૨૬મી જાન્યુઆરી,૧૯૫૦એ અમલી બન્યુ ત્યારબાદ ચૂંટણીની પ્રથમ બેઠક ૧૭,એપ્રિલ,૧૯૫૨ના રોજ થઇ તો પછી,સંવિધાન વિના પ્રધાનમંત્રીની ચૂંટણી થઇ કેવી રીતે. નરેન્દ્ર મોદી આનો જવાબ આપે.વડાપ્રધાન ઇતિહાસને તોડી મરોડીને રજૂ ન કરે.ઇતિહાસનું સન્માન કરે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ એ નક્કી કરે કે,તેઓ કયા મુદ્દે ચૂંટણી લડી રહ્યાંછે.વડાપ્રધાન પોતાના સાડા ત્રણ વર્ષનો હિસાબ તો આપે, કેટલાં વચનો પૂર્ણ કર્યા તે દેશની જનતાને જણાવે તેવો ઉલ્લેખ કરી પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જયાં ઇચ્છે ત્યાં કોંગ્રેસ સામસામે ચર્ચા કરવા તૈયાર છે જેનો મોદીએ આજદીન સુધી જવાબ આપ્યો નથી.ભાજપના સાથી કાર્યકરોના કૌભાંડ ખૂલે તે માટે જ મોદી સંસદસત્ર બોલાવતા નથી.
નરેન્દ્ર મોદી સરદાર,નહેરૃ વિરૃધ્ધ જાણે ઝેર ઓકી રહ્યાં છે તવો આરોપ મૂકતાં તેમણે વધુમાં કહ્યું કે,ડૉ.આંબેડકર સન્માનિય નેતા હતાં. કોંગ્રેસ સામે પરાજીત થતા ડૉ.એમ.આર.જયકરને રાજીનામુ અપાવી બેઠક ખાલી કરાવી હતી. બંગાળથી ચૂંટણી લડાવી કેબિનેટમાં કાયદામંત્રી બનાવ્યા હતાં. મોદી સરદાર પટેલ,જવાહરલાલ નહેરૃ અને ડૉ.આંબેડકર વિરૃધ્ધ ખોટુ અપમાન કરી રહ્યાં છે.
Source: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/prime-minister-narendra-modi-does-not-want-to-break-the-historyprime-minister-narendra-mod