રાજકોટ : મનમોહન સિંહએ ભાજપ પર PM મોદી પર નોટંબધીને લઈને પ્રહાર કર્યો

December 7, 2017 | 2:00 pm IST

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આજે રાજકોટની મુલાકાતે છે. વિધાનસભાના ઈલેક્શનમાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છેલ્લા દિવસે આજે તેઓ પણ પ્રચાર કરી રહ્યા છે. તેમણે રાજકોટમા પત્રકાર પરિષદ સંબોધીને પીએમ મોદી પર હુમલો બોલાવ્યો છે. મહમોહન સિંહે કહ્યું કે, નોટબંધીનું જે મૂળ લક્ષ્ય હતું, તે ફેલ થયું છે. ભ્રષ્ટાચાર હજી પણ થઈ રહ્યું છે. મનમોહન સિંહે માંગ કરી છે કે, નોટબંધી સાથે જોડાયેલ તમામ દસ્તાવેજો સંસદ અને જનતાની સામે લાવવા જોઈએ.

પૂર્વ પીએમએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યુ કે, નોટબંધી બાદ જીએસટીથી વેપારીઓને નુકશાન થયું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ગુજરાતથી છે. મોદીજીએ ગુજરાતના વેપારીઓ અને લોકોને ધોકો આપ્યો છે. હાલની સરકારની જે વિદેશ નીતિ છે, તેનાથી દેશની સુરક્ષા ખતરામાં છે. મોદી સરકારના કેટલાક નિર્ણયો એવા છે, જે દેશના હિતમાં નથી.

મનમોહન સિંહે ક્હયું કે, અમારા કાર્યકાળમાં જ્યારે ભ્રષ્ટાચાર પર કોઈ ફરિયાદો આવી હતી, તો અમે તેના પર તરત એક્શન લીધું હતું. પરંતુ જ્યારે એનડીઓ દરમિયાન આવું થયું તો કોઈ એક્શન ન લેવામાં આવ્યું. બીજેપી અધ્યક્ષના દીકરાના મામલે પણ કોઈ એક્શન લેવાયા નથી. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ નર્મદાના મુદ્દા પર પણ ક્યારેય મારી સાથે મળવાનો પ્રયાસ નથી કર્યો.

અર્થવ્યવસ્થાના મુદ્દે મનમોહન સિંહે કહ્યું કે, જો મોદી સરકારને યુપીએના 10 વર્ષના કાર્યકાળમાં આર્થિક ગ્રોથની બરોબરી કરવી છે, તો પોતાના કાર્યકાળના પાંચ વર્ષમાં તો ઓછામાં ઓછો 10.6 ટકાનો ગ્રોથ રેટ જોઈએ. મને ખુશી થશે કે આવું થાય, પરંતુ મને ખબર છે કે આવું કંઈ પણ દેખાઈ નથી રહ્યું.

Source: http://sandesh.com/gujarat-election-2017-manmohan-singh/