રાહુલ ગાંધીએ PM મોદીને 9મો સવાલ કર્યો: ખેડૂતો સાથે કેમ સાવકો વ્યવહાર કર્યો?

નવી દિલ્હી, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવમો પ્રશ્ન કરતા ટ્વીટ કરી છે. જેમાં રાહુલ ગાંધીએ ખેડૂતોનો ઉલ્લેખ કરતા લખ્યુ કે વડાપ્રધાન મોદીએ તેમની સાથે સાવકો વ્યવહાર કર્યો છે.

રાહુલે લખ્યુ કે ખેડૂતોનું દેવુ માફ કર્યું નથી, ખેત પેદાશનો યોગ્ય ભાવ આપ્યો નથી, ખેત પેદાશોનો વીમો આપ્યો નથી, ટ્યુબવેલનું કોઈ આયોજન થયુ નથી, ખેતી ઉપર ગબ્બરસિંહની માર, જમીનો છીનવી, અન્નદાતાને બેરોજગાર કર્યા, વડાપ્રધાન સાહેબ જણાવો કે ખેડૂતો સાથે કેમ સાવકો વ્યવહાર કર્યો?

ઉલ્લેખનીય છે કે બુધવાર 6 ડિસેમ્બરે રાહુલે ગુજરાતમાં ખરાબ આરોગ્ય સેવાઓ હોવાનો દાવો કરતા 8મો સવાલ કર્યો હતો. રાહુલે લખ્યુ હતુ કે 39% બાળકોના કુપોષણના કારણે દર 1000માંથી 33 નવજાત બાળકો મોતનો શિકાર બને છે. મેડિકલનો વધતો ભાવ, ડૉક્ટરોની અછત, ભૂજમાં ‘મિત્ર’ને 99 વર્ષ માટે સરકારી હોસ્પિટલ, શું આજ છે તમારા આરોગ્ય વ્યવસ્થાની કમાલ? રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને આ પ્રકારના પ્રશ્નો કર્યા હતા.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/gujarat-election-2017-rahul-gandhi-attacks-pm-modi-gautam-adani-eighth-question