સસ્પેન્ડ કર્યાની જાહેરાત : 06-12-2017
વિધાનસભા – ૨૦૧૭ ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર તરીકે ઉમેદવારી નોંધાવનાર વિવિધ ૧૫ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના પદાધિકારી, આગેવાન-કાર્યકરને ૬ વર્ષ માટે તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવનાર પક્ષના જ આગેવાનો-કાર્યકરોએ ગંભીર ગેરશિસ્તને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પક્ષના બંધારણ મુજબ તેઓને ૬ વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે સાથોસાથ કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવનાર કોઈ પણ કાર્યકર કે આગેવાન હોય તેઓની ગંભીર ગેરશિસ્તને પક્ષ ચલાવી લેશે નહીં.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો