રફેલ જહાજના કોન્ટ્રાક્ટનો જવાબ ના અાપવો પડે તે માટે સંસદ બંધ કરી: રાહુલ ગાંધી
Nov 26, 2017, 12:18 AM IST
બાયડ: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે પણ કેન્દ્ર સરકાર પર હુમલા ચાલુ રાખ્યા હતા. તેમણે બાયડની સભામાં મોદી પર સીધો જ આક્ષેપ કર્યો કે, રફેલ જહાજનાે ભાવવધારો કરી તેનો કોન્ટ્રાક્ટ માનીતા ઉદ્યોગપતિને અાપી દીધાે છે. જે પ્રાેજેક્ટ હોય તેની પરમીશન લેવાની હાેય છે પરંતુ જવાબ ના અાપવો પડે તે માટે પાર્લામેન્ટ બંધ કરી દીધી છે. હવે માેદીજી ચૂપ છે અબ ન બોલુંગા, ન બાેલને દુંગા તેમ કહી ટોણો માર્યો હતો. અરવલ્લી જિલ્લાના બાયડમાં શનિવારે બપોરે યોજાયેલી વિશાળ ખેડૂત અધિકાર સભાને સંબોધવા અાવી પહોંચેલા રાહુલ ગાંધીનું સ્થાનિક સંગઠનના હોદ્દેદારોએ ખેતીના પ્રતીક હળ સહિતના ભેટ આપી સ્વાગત કર્યું હતું.
સભામાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સાંસદ અેહમદ પટેલ, અશાેક ગેહલાેત, જગદીશ ઠાકાેર, જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઇ પારગી, જયેન્દ્રસિંહ પુવાર, અનીલ જોષીયારા, રાજેન્દ્ર ઠાકોર, જશુભાઇ અેસ.પટેલ, વર્ષાબેન ગાયકવાડ, માનવેન્દ્રસિંહ સાેલંકી, સચિનભાઇ પટેલ, કિર્તીભાઇ પટેલ, ધવલસિંહ ઝાલા, મણિભાઇ પટેલ, દિનુભાઇ પટેલ, કિરીટભાઇ ગાેસ્વામી વગેરે હાજર રહ્યા હતા.
યુવાનોને રોજગાર અંગે કહ્યું
માેદીજી વર્ષે 2 કરોડ યુવાનોને રાેજગારી અાપવાની વાતો કરે છે. પણ ગુજરાતમાં 30 લાખ યુવાનો બેરોજગાર છે.
ટાટાનેનો ભાષણમાં ફરી દોડી
મનરેગા યોજના પાછળ યુપીઅે સરકારે 35 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જ્યારે ભાજપ સરકારે 33 હજાર કરોડ ટાટા નેનાે પાછળ ખર્ચ્યા. ખેડૂતાેની હજારો અેકર જમીન છીનવી લીધી. છતાં ગુજરાતમાં પ્રજાઅે ટાટાનેનાે દેખી નથી.
કિસાનો માટે કહ્યું
નાણાંપ્રધાન અરૂણ જેટલી કહે છે કે, કિસાનોનું દેવું માફ કરવું શક્ય નથી. તો બીજા રાજ્યાેમાં અેક લાખ ત્રીસ હજાર કરોડનું દેવું માફ કર્યું તે કેવી રીતે શક્ય બન્યું. બેધારી નીતિ ધરાવતી ભાજપ સરકારે ગુજરાતમાં કરેાડો ખેડૂતોને અેકપણ રૂપિયાે અાપ્યો નથી.
નોટબંધી અંગે બોલ્યા
નવેમ્બરમાં નાેટબંધી થઇ ત્યારે અામપ્રજા જ લાઇનોમાં ઉભી હતી, તેમાં કોઇ ઉદ્યોગપતિ દેખાયાે ન હતો. પરંતું ઉદ્યોગપતિઅાે અને ચાેરોઅે બેન્કના પાછલા દરવાજાથી કાળુ ધન સફેદ કરી લીધું. જય શાહની કંપની ગુજરાતમાં બતાવે કે 50 હજારના 3 મહિનામાં કેવી રીતે 80 કરાેડ થાય.
કોંગ્રેસ પ્રજાના મનની વાત કરશે
કોંગ્રેસ અેક ઉદ્યોગપતિને 33 હજાર કરોડ રૂપિયા નહીં અાપે, પરંતું પ્રજાના અા રૂપિયા બાળકોનાે વિકાસ, ગરીબાેની દવા, અભ્યાસ અને બેરોજગાર યુવાનો પાછળ વાપરશે. ગુજરાતમાં 22 વર્ષમાં માેદીઅે અાશા, વાયદા અને મનકી બાત કહી, પરંતુ કોંગ્રેસ પ્રજાના મનની વાત સરકારમાં લઇ જશે.
બાયડમાં રાહુલ ગાંધીનું સંબોધન
– મનરેગાએ લાખો લોકોની જિંદગી બદલી
– મનરેગા માટે યુપીએ સરકારે 35 હજાર કરોડ રૂપિયા આપ્યા
– ગુજરાતની જનતાના રૂપિયા ઉદ્યોગપતિઓને આપ્યા
Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-SBK-OMC-rahul-gandhi-addressing-rally-at-bayad-in-arvalli-gujarati-news-5754464-NOR.html