પત્નીના નિધન પર માધવસિંહને રાહુલે આપી સાંત્વના, પ્રવાસનો બીજો દિ’

Nov 25, 2017, 11:09 AM IST

અમદાવાદ: રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો પાંચમા તબક્કાનો બીજો દિવસ છે. શુક્રવારે રાહુલે પોરબંદર બાદ સાણંદમાં સભા યોજી હતી. ત્યારબાદ રાત્રે નિકોલમાં એક સભા કરી હતી જેમાં પાટીદારોએ સરદાર ટોપી પહેરવા મામલે હોબાળો મચાવ્યો હતો. રાહુલ આજે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મધ્યગુજરાતના દાહોદ, મહિસાગર જિલ્લામાં લોકો સાથે મુલાકાત કરશે અને રાત્રે દિલ્હી પરત ફરશે. રાહુલ ગાંધીએ ઈર્શાદ બેગ મિર્ઝાના પરિવારજનોને સાંત્વના આપીને મધુસુદન મિસ્ત્રીના નિવાસે પહોંચ્યા હતા અહીં મિસ્ત્રીને પુત્રના નિધન પર સાંત્વના આપી હતી. ત્યારબાદ છેલ્લા માધવસિંહ સોલંકીના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

મિર્ઝાના પરિવારજનોને સાંત્વના આપી
રાહુલ કોંગ્રેસની વરિષ્ઠ નેતા ઈર્શાદ બેગ મિર્ઝાના નિધન પર તેમના સ્વજનોને સાંત્વના પાઠવી હતી.

ગાંધીનગરમાં મધુસુદન મિસ્ત્રીને મળ્યા રાહુલ
મધુસુદન મિસ્ત્રીના પુત્રનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિસ્ત્રીને સાંત્વના આપી હતી. ત્યારે આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાજ્યસભા સાંસદને ઘરે પહોંચીને દુઃખની ઘડીમાં સાંત્વના આપવા પહોંચ્યા હતા. પુત્રના નિધનને પગલે તેમને સાંત્વના આપી હતી.

રાહુલ પહોંચ્યા માધવસિંહના નિવાસે
પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ગાંધીનગર આવેલા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ઘરે પહોંચ્યા હતા. માધવસિંહના પત્નીનું તાજેતરમાં જ નિધન પર સાંત્વના આપી હતી. તાજેતરમાં જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહના માતૃશ્રીનું નિધન થયું હતું. રાહુલે માધવસિંહના પરિવારને સાંત્વના પાઠવી હતી.

25 નવેમ્બરનો કાર્યક્રમ
– 25 તારીખે સવારે 10-15 વાગ્યે રાહુલ ગાંધી મુત્યુ પામેલા ઈરશાદ બેગ મિરજાનાં અમદાવાદમાં રહેતા પરીવારજનોને સાંત્વના આપશે
– 11-15 વાગ્યે દેહગામ ખાતે સ્વાગત કાર્યક્રમમાં જશે
– 12-10 વાગ્યે અરવલ્લીનાં બાયડ ખાતે કોર્નર મિટિંગ યોજશે
– બપોરે 1-05 વાગ્યે બાયડનાં સાંતભા ખાતે સ્વાગત કરવામાં આવશે
– 2-10 વાગ્યે લુણાવાડામાં કોર્નર મિટિંગ યોજશે
– 3-15 વાગ્યે સંતરામપુરમાં કોર્નર મિટિંગમાં હાજરી આપશે
– 4 વાગ્યે રાહુલ ગાંધીનું મારગડા ચોકડી ખાતે સ્વાગત અને સંબોઘન કરાશે
– 4-50 વાગ્યે દાહોદનાં મવુડા ચોકડી ખાતે કોર્નર મિટિંગમાં હાજરી આપશે
– ત્યાર બાદ રાહુલ 25 તારીખની રાત્રે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે

Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-rahul-gandhi-fifth-visit-of-gujarat-on-day-2-take-visit-of-north-and-middle-gujarat-NOR.html?ref=ht