સલાલ ખાતે કોંગ્રેસ દ્વારા ઢોલ નગારા સાથે ડોર ટુ ડોર પ્રચાર
Nov 18, 2017, 12:15 AM IST
પ્રાંતિજ: પ્રાંતિજ તાલુકાનાં સલાલ સલાલ ખાતે વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા પ્રચાર ધમધમાટ દોર શરૂ થઇ ગયો છે. ત્યારે શુક્રવારે ઢોલનગારાં સાથે કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ડોર ટુ ડોર લોકો સુધી પહોચ્યા હતાં.
પ્રાંતિજ- તલોદના કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસ દ્વારા ફરી રીપીટ કરવામાં આવેલ મહેન્દ્રસિંહ બારૈયાનું શ્રીફળ તથા શાલ ઓઢાડીને ઠેર- ઠેર સ્વાગત થયું હતું. કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ચૂૂંટણી પ્રચારમાં જોડાયાં હતાં.
Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-SBK-OMC-door-to-door-propaganda-by-congress-at-salal-gujarati-news-5748634-NOR.html