કોંગ્રેસના પીઢ નેતા ઇરશાદ મીરજાનું નિધન, જનાજામાં મુસ્લિમો સહિત નેતાઓ જોડાયા

મોડાસા: મોડાસામાં મુસ્લિમ સમાજના અગ્રણી અને પીઢ કોંગી નેતા તેમજ રાજ્ય સભાના પૂર્વ સાંસદ ઇરશાદબેગ મિરઝાનું 68 વર્ષની વયે હૃદયની બિમારીથી બુધવારે મોડાસામાં તેમના નિવાસ સ્થાને દુ:ખદ અવસાન થયું હતું. મોડી સાંજે મિરઝાના જનાજામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અને કોંગ્રેસી નેતાઓ જોડાયા હતા.

હૃદયની બીમારીથી પીડાતા અગ્રણીનું તેમના નિવાસ સ્થાને અવસાન
ગુજરાતમાં પીલુ મોદીના અવસાનથી છ ખાલી પડેલી રાજ્યસભાની સીટ માટે માત્ર તે સમયે 34 વર્ષની વય ધરાવતાં સૌથી યુવાન નેતા ઇરશાદ બેગ મિરઝની પસંદગી થઇ હતી. મિરઝા બીજીવાર પણ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. રાજ્યસભામાં શાસકપક્ષાન શ્રેષ્ઠ વક્તાઓમાં તેમની પસંદગી થઇ હતી. તેમજ હિન્દી, ઉર્દુ અને અંગ્રેજીમાં પ્રભાવશાળી વક્તા તરીકે તેમની છાપ હતી. રાજ્ય સભામાં સ્પિકર્સ પેનલમાં પસંદગી થતા યુવા સાંસદે રાજ્યસભાની કાર્યવાહીનું સફળ સંચાલન પણ કર્યું હતું.

વર્ષો સુધી કોંગ્રેસના જુદા જુદા રાજ્યોમાં અસંખ્ય હોદ્દાઓ ઉપર સેવા આપનાર મિરઝાની છેલ્લા કેટલાય સમયથી તબિયત કથળી હતી. તેમને તાજેતરમાં અમદાવાદથી મોડાસા ખાતે લવાયા હતા. જ્યાં બુધવારે સવારે મિરઝાનું દુ:ખદ અવસાન થયું હતું. મિરઝા પરિવારમાં બે પુત્રોને વલોપાત કરતાં મૂકી ગયા છે. મિરઝાનો મોડી સાંજે મોડાસ શહેરમાં જનાજો નિકળતાં હજારો લોકો જનાજામાં જોડાયા હતા.

Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-SBK-OMC-senior-congress-leader-mirza-irshad-beg-dies-gujarati-news-5746690-PHO.html