ભાજપે અત્યારથી જ વિપક્ષની પ્રેક્ટિસ શરૂ કરી: શક્તિસિંહ ગોહિલ
અમદાવાદ:
ગુજરાતમાં જનતાના આશીર્વાદ કૉંગ્રેસ તરફ છે અને જનતાનો આક્રોશ ભારતીય જનતા પાર્ટી સામે છે. જેના થી ભાજપની હાર નિશ્ર્ચિત જણાતા ભારતીય જનતા પાર્ટી પાયાવિહોણી અને જુઠ્ઠી વાતો કરી રહી છે. મારા અને કૉંગ્રેસના પૂતળા બાળીને ભાજપ અત્યારથી જ વિપક્ષની ભૂમિકામાં આવી ગયું છે, એવું કૉંગ્રેસના પ્રવક્તા અને સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના ૨૫ વર્ષ પ્રમુખ રહ્યા હતા. આ સરદાર સાહેબના નામની વાતને સદંતર ખોટી બાબતમાં જોડીને ભાજપના જે હવાતિયા ચાલી રહ્યા છે તેનાથી ગુજરાતમાં ભાજપને વધારે નુકશાન થશે.
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=385923