આજે પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ અમદાવાદમાં, વેપારીઓ સાથે કરશે સંવાદ

November 14, 2017 | 9:56 am IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં અવર જવર વધી ગઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 3 દિવસની ગુજરાતની નવસર્જન યાત્રા પૂર્ણ કરી પરત ફરી ચુક્યા છે. ત્યારે આજે પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી પી. ચિદમ્બરમ અમદાવાદ આવશે. આજે પી. ચિદમ્બરમ અમદાવાદ ખાતે રાજ્યની આર્થિક સ્થિતિ વિશે વેપારીઓ સાથે સંવાદ કરશે. આ સાથે જ આવતી કાલે એટલે કે ૧૫મીએ કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલોટ સુરત અને રાજકોટની મુલાકાત લેશે અને ૧૬મીએ જ્યોતિરાદિત્ય સિંધિયા અમદાવાદ અને વડોદરામાં કોંગ્રેસના પ્રચાર કરવા આવશે.

ચર્ચાઓ એવી પણ છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરીવાર ગુજરાત મુલાકાતે આવશે. આગામી ૧૭ અને ૧૮મી નવેમ્બરે તેઓ અમદાવાદમાં એક રોડ શો કરશે. પ્રદેશ કોંગ્રેસે આ કાર્યક્રમ માટે રાહુલ ગાંધીને આમંત્રણ પાઠવી દીધું છે. જો કે હજુ રાહુલ તરફથી આ આમંત્રણને લીલીઝંડી મળી નથી. જો કે ચર્ચાઓ એવી પણ છે કે આગામી દિવસોમાં નવજોત સિધ્ધુ પણ ગુજરાતમાં પ્રચાર અર્થે આવશે.

Source: http://sandesh.com/former-finance-minister-p-chidambaram-ahmadabad-visit/